મકરાસન: જાણો ફાયદા અને તેને કરવાની રીત
મકરાસન શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક છે અને તેનો અભ્યાસ સરળ છે

મકરાસનથી થાય છે અનેક સ્વાસ્થય લાભ

મકરાસનથી થાય છે અનેક સ્વાસ્થય લાભ
યોગએ શારિરીક અને માનસિક બન્ને સમસ્યાઓ ઉકેલવામાં અત્યંત અસરકાક છે. આવું જ એક યોગાસન મકરાસન છે, જેવા વિશે અમે તમને અહીં જણાવી રહ્યા છીએ. આ આસન તણાવમાંથી રાહત આપવાની સાથે-સાથે અનેક સ્વાસ્થ્ય લાભો પ્રદાન કરે છે.આ આસનના નિયમિતરૂપથી અભ્યાસથી કમર અને પીઠના દુ:ખાવામાં ઘટાડો થાય છે અને શરીરને આરામ મળે છે.
મકરાસન એ સંસકૃત શબ્દ છે, જે બે શબ્દો મકર અને આસનથી બનેલો છે. મકરનો અર્થ મગર અને આસાનનો અર્થ મુદ્રા થાય છે. આ આસન આરામ કરતાં મગર જેવું લાગે છે. તે તણાવ દૂર કરે છે અને પાચનમાં સુધારો કરે છે અને અસ્થમા, સર્વાઇકલ જેવી સમસ્યાઓ અને સાયટિકાના દુખાવામાં પણ રાહત આપે છે.
ભારત સરકારના આયુષ મંત્રાલય અનુસાર, મકરાસન કરવાથી શરીરના સ્નાયુઓ આરામ કરે છે. ખાસ કરીને તે પીઠ, કમર અને ખભાની જડતા દૂર કરે છે. તે શ્વસનતંત્ર માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે. આ યોગાસન માનસિક સંતુલન અને શારીરિક સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપે છે.
આ કરોડરજ્જુ માટે ખૂબ જ ફાયદાકારક યોગાસન છે. મકરાસન કરોડરજ્જુની રચનાને સંતુલિત રાખવામાં મદદ કરે છે અને તેમાં લવચીકતા વધારે છે. તે ખાસ કરીને એવા લોકો માટે ફાયદાકારક છે જેઓ કમરનો દુખાવો, સ્લિપ ડિસ્ક જેવી સમસ્યાઓથી પીડાય છે. તેનો નિયમિત અભ્યાસ કરોડરજ્જુને મજબૂત અને સ્વસ્થ બનાવે છે.
આ ઉપરાંત, મકરાસન માનસિક તણાવ અને ચિંતા ઘટાડવામાં મદદરૂપ થાય છે. આ આસનનો અભ્યાસ મનને શાંતિ આપે છે અને એકાગ્રતા વધારે છે.
આયુષ મંત્રાલય એવું પણ માને છે કે, મકરાસન કરવાથી મન શાંત થાય છે અને આપણે શાંતિ અનુભવીએ છીએ. આ આસન દરરોજ કરવાથી મન શાંત રહે છે અને ચિંતા ઓછી થાય છે. તે માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.
મકરાસન પાચનતંત્રને મજબૂત બનાવવામાં મદદ કરે છે. આ આસન કરતી વખતે, જમીન પર ઊંધા સૂઈ જાય છે, જેનાથી પેટ પર થોડું દબાણ આવે છે. આ દબાણ પાચન અંગોને સક્રિય કરે છે. જ્યારે તમે આ આસન કરતી વખતે ઊંડો અને ધીમે-ધીમે શ્વાસ લો છો, ત્યારે શરીરમાં ઓક્સિજનનો પ્રવાહ વધે છે, જે પાચનમાં સુધારો કરે છે અને ગેસ, કબજિયાત અને અપચા જેવી સમસ્યાઓથી રાહત મળે છે.
આયુષ મંત્રાલય મકરાસન કરવાની પદ્ધતિ પણ સમજાવે છે. આ માટે, પેટના બળે પગ પહોળા રાખીને, અંગૂઠા બહારની તરફ રાખીને સૂઈ જાઓ. બંને હાથને વાળો અને જમણી હથેળી ડાબી હથેળી પર રાખો. માથું તમારા હાથની ડાબી કે જમણી બાજુ રાખો. આંખો બંધ રાખો અને આખા શરીરને આરામ આપો. આ મકરાસન છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

લોંગ કોવિડના 771 દર્દીઓ પરના અભ્યાસમાં મોં અને ફેફસાના બેક્ટેરિયામાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યા છે. સંશોધનમાં બ્રેઇન ફોગ, શ્વાસની તકલીફ અને પાચન સમસ્યાઓ સાથેના સંભવિત સંબંધ અંગે નવા સંકેતો મળ્યા છે.

માઈગ્રેન અને સામાન્ય માથાના દુખાવા વચ્ચે શું તફાવત છે? જાણો માઈગ્રેનનાં મુખ્ય લક્ષણો, ઊબકા, પ્રકાશ પ્રત્યે સંવેદનશીલતા અને ક્યારે ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.

મોબાઈલ અને લેપટોપ સામે લાંબો સમય બેસવાથી ગરદનમાં દુખાવો અને જકડન થાય છે? નેક ટિલ્ટ, ચિન ટક સહિતની 3 સરળ સ્ટ્રેચિંગ કસરતો અને ગરદનના દુખાવાથી બચવાના ઉપાયો જાણો.